Gyanvapi Masjid Case : સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટ પર રોક લગાવી દીધી છે વધુ સુનાવણી શુક્રવારે થશે.

સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની કાર્યવાહી પર આવતી કાલ સુધી રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે આ (Gyanvapi Masjid Case) કેસ પર સુનાવણી કરશે.

Image credit : news18.com

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં મસ્જિદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડની સમક્ષ આ બાબત જણાવવામા આવી હતી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે વરિષ્ઠ વકીલ શ્રી હરિશંકર જૈન ની તબિયત નાદુરસ્ત હોવાથી આ મામલાને મુલતવી રાખવો જોઈએ. મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની આ માંગનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ પક્ષના વકીલ હુફૈઝા અહમદીએ આ મામલો સ્થગિત ન રાખવા માટે માંગ કરી હતી. આ બન્ને પક્ષોને ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે આ બાબતને સ્થગિત કરવાનો નિણૅય લીધો હતો અને વધુમા જણાવ્યું હતું કે સુનાવણી આવતીકાલે શુક્રવારે કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ બંને પક્ષોએ કોર્ટમાં દલીલો કરી હતી વકીલ વિષ્ણુ શંકર જૈનના કહેવા મુજબ વરિષ્ટ વકીલ શ્રી હરિશંકર જૈનને અસ્થમાનો એટેક આવેલો હોવાથી તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી, તો આ બાબતે કોર્ટ સમક્ષ તેઓએ વિનંતી કરી હતી કે સુનાવણીને સ્થગિત રાખવામાં આવે. પરંતુ મુસ્લિમ પક્ષના વકીલ હુફૈઝા અહમદી એ કહ્યું હતું કે સુનાવણી આજે જ થવી જોઈએ. કારણ કે દિવાલ તોડવા માટે નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત અન્ય મસ્જિદો ને પણ સીલ કરવા માટેની અરજીઓ આપવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે શુક્રવારે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.